logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં રામ નવમીની ભવ્ય ઉજવણી: 'જય શ્રી રામ'ના નાદ સાથે નીકળી વિશાળ શોભાયાત્રા.....

ચાણસ્મામાં રામ નવમીની ભવ્ય ઉજવણી: 'જય શ્રી રામ'ના નાદ સાથે નીકળી વિશાળ શોભાયાત્રા......

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામ નવમી' નિમિત્તે આજે ચાણસ્મા શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર 'જય શ્રી રામ'ના ગગનભેદી જયઘોષ સાથે રામમય બની ગયું હતું.

*અખાડાના કરતબો અને ભજનની રમઝટ:*
શોભાયાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર અખાડાના બાળકો રહ્યા હતા, જેમણે સાહસિક કરતબો બતાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ વિવિધ ભજન મંડળીઓએ રામધૂન અને ભજનોની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિસભર બનાવી દીધું હતું.

*પોલીસ તંત્ર દ્વારા સ્વાગત:*
કોમી એકતા અને સુરક્ષાના માહોલ વચ્ચે, ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને જવાનોએ પણ ભગવાન શ્રી રામના રથને હાર પહેરાવી ભાવપૂર્વક આશીર્વાદ લીધા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ પ્રેરણાદાયી કાર્યની નગરજનોએ પ્રશંસા કરી હતી.

*સેવાકીય પ્રવૃત્તિઓ:*
ભર ઉનાળામાં નીકળેલી આ શોભાયાત્રામાં ભક્તોની સુવિધા માટે રસ્તામાં ઠેર-ઠેર ઠંડા પીણાં અને છાશના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિકો દ્વારા ઠંડા પાણી અને શરબતની સેવા પૂરી પાડવામાં આવી હતી.
સમગ્ર રૂટ પર કેસરીયા ધજાઓ અને શણગાર સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા અને ધાર્મિક આસ્થા સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

0
80 views

Comment