ઐતિહાસિક વાંઝ ગામે દુર્ગા અષ્ટમીની ભવ્ય ઉજવણી, રામજી મંદિર ખાતે હવન અને ભજન-કીર્તનનો આયોજન
ઐતિહાસિક વાંઝ ગામે દુર્ગા અષ્ટમીની ભવ્ય ઉજવણી, રામજી મંદિર ખાતે હવન અને ભજન-કીર્તનનો આયોજન
વાંઝ, તા. 26 માર્ચ 2026:
ઐતિહાસિક વાંઝ ગામે આજ રોજ દુર્ગા અષ્ટમીના પાવન અવસરે ગામના રામજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ધાર્મિક લાભ મેળવ્યો.
ત્યારબાદ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું અને ગામભરમાં આસ્થાનો માહોલ છવાયો. બપોરે પ્રભુ શ્રી રામની જન્મજયંતિ આનંદોલ્લાસપૂર્વક ઉજવવામાં આવી, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ દિવસ હિંદુ ધર્મ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, અને વાંઝ ગામે આ પર્વને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવીને ધાર્મિક એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપ્યો.