સુરતનું નવું નઝરાણું 'ડુમસ સી-ફેસ' હવે બનશે 'લીટર ફ્રી ઝોન': ગંદકી કરનારાઓ સામે લેવાશે કડક પગલાં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સુરત શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉથ વેસ્ટ ઝોન હેઠળ તાજેતરમાં લોકાર્પણ કરાયેલ અને પર્યટકોમાં અત્યંત લોકપ્રિય બનેલા'ડુમસ સી-ફેસ' (Dumas Sea Face)ને હવે સંપૂર્ણપણે'લીટર ફ્રી ઝોન' (કચરા મુક્ત વિસ્તાર)તરીકે વિકસાવવામાં આવશે.
ડુમસ સી-ફેસ ખાતે વીકેન્ડમાંસુરતી નાગરિકો ઉપરાંત આજુબાજુના વિસ્તારમાંથી૧૦ થી ૧૫ હજાર જેટલાપર્યટકોમુલાકાત લેતા હોય, ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેસુરત મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબનું સઘન આયોજન કરવામાં આવ્યું છે:
૧. આધુનિક માળખાગત સુવિધાઓ અને દેખરેખ
ડસ્ટબિનનું આયોજન:દર ૨૦-૩૦ મીટરના અંતરે ભીના અને સૂકા કચરા માટે કલર-કોડેડ ડસ્ટબિન મૂકવામાં આવશે. આ ઉપરાંત ૨૦ થી ૨૫ મુવેબલ ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવશે.
સીસીટીવી મોનિટરિંગ:કચરો ફેંકનારા તત્વો પર નજર રાખવા હાઈ-ડેફિનેશન કેમેરા લગાવવામાં આવશે, જેનું મોનિટરિંગ અઠવા ઝોન અને ICCC ખાતેથી કરવામાં આવશે.
૨. કડક નિયમો અને દંડનીય કાર્યવાહી
ઓન-ધ-સ્પોટ દંડ:જો કોઈ પ્રવાસી કે સ્થાનિક નાગરિક કચરો ફેલાવતા પકડાશે, તો સુપરવાઈઝર ટીમ દ્વારા તેમની પાસેથી વહીવટી ખર્ચની વસૂલાત કરવામાં આવશે.
માર્શલની નિમણૂક:૨૫ થી ૩૦ માર્શલો સતત પેટ્રોલિંગ કરશે અને લોકોને સમજાવવાની સાથે દેખરેખ રાખશે.
પ્લાસ્ટિક પ્રતિબંધ:એન્ટ્રી પોઈન્ટ પર જ પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરી તેને જપ્ત કરવામાં આવશે.
૩. જનજાગૃતિ અને વેપારીઓનો સહયોગ
સી-ફેસ પર મોટી LED સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાના સંદેશા પ્રસારિત કરવામાં આવશે.
લોકોને પ્રોત્સાહિત કરવા"I Support Litter-Free Dumas"થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવશે.
ખાણી-પીણીના સ્ટોલ ધારકો માટે ડસ્ટબિન રાખવું ફરજિયાત છે, નિયમ ભંગ બદલ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
૪. જન-ભાગીદારી અને ઝોન વાઈઝ જવાબદારી
સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે વિકેન્ડ દરમ્યાન ડુમસ સી-ફેસના અલગ-અલગ વિસ્તારોની જવાબદારી જુદા-જુદા ઝોનને સોંપવામાં આવેલ છે. ઝોન દ્વારાદર શનિવાર અને રવિવારે વિવિધ NGO અને વિદ્યાર્થીઓના સહયોગથી વિશેષ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. સુરત મહાનગરપાલિકા તમામ નાગરિકોને અપીલ કરે છે કે સુરતના આ ગૌરવ સમાન સ્થળને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે.