logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ...

૨૪/૦૩/૨૦૨૬

*ભરૂચ જિલ્લામાં 'વંદે માતરમ @૧૫૦ વર્ષ’ અંતર્ગત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન*

ભરૂચ – મંગળવાર - રાષ્ટ્રીય ગીતના ભવ્ય વારસાની ઉજવણી કરવા અને નાગરિકોમાં દેશભક્તિ તેમજ એકતાન ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેર દ્વારા 'વંદે માતરમ @૧૫૦ વર્ષ' ના બીજા તબક્કાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીનો બીજો તબક્કો તા. ૨૩ માર્ચ થી ૩૧ માર્ચ દરમિયાન યોજાઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના ૧૫૦ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો દ્વારા જનસામાન્યમાં રાષ્ટ્રપ્રેમ જગાડવાનો પ્રયાસ કરવામ આવી રહ્યો છે.

જિલ્લા યુવા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિવિધ શાળાઓ, કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) માં સામૂહિક ગાયન ના કાર્યક્રમોનું આયોજન કરવામ આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા નવી પેઢી રાષ્ટ્રીય ગીતના મહત્વ અને તેના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર થાય તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રાષ્ટ્રીય પર્વમાં બહોળી સંખ્યામાં નાગરિકોને જોડાવા અને એકતાનો સંદેશ પ્રસરાવવા અપીલ કરવામાં આવી છે..... ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ...

0
57 views

Comment