logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બંગાળ ચૂંટણીનો ઓપિનિયન પોલ, ભાજપને કેટલી સીટો મળશે? જાણો TMCની શું છે સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં આગામી મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલના પરિણામ મુખ્યમંત્રી મમતા બેનર્જીના હકમાં છે. Vote Vibe અને CNN News-18 દ્વારા જારી આ ઓપિનિયન પોલ પ્રમાણે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સતત ચોથીવાર સરકાર બનાવી શકે છે. તો પોલ પ્રમાણે મુખ્યમંત્રી પ્રમાણે મમતા બેનર્જીની લોકપ્રિયતા યથાવત છે.

ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું કે મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી 294 સભ્યોવાળી વિધાનસભામાં 184થી 194 સીટો હાસિલ કરશે. આ બહુમતના આંકડાથી ખુબ વધુ છે. તો ઓપિનિયન પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને 98-108 સીટો મળી શકે છે. વોટ શેરના મામલામાં પણ ટીએમસી આગળ છે. 41.9 ટકા લોકોએ સત્તામાં રહેલી પાર્ટી પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું, તો 34.9 ટકા લોકો ભાજપને મત આપી શકે છે.

મમતા પર ભરોસો યથાવત
પોલ પ્રમાણે મુખ્યમંત્રી મમતા બેનર્જી ટીએમસીની ચૂંટણી જીતનો મુખ્ય આધાર છે. સર્વેમાં ભાગ લેનાર લગભગ અડધા લોકો એટલે કે 48.5 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીને પસંદ કર્યાં છે. તો ભાજપના શુવેંદુ અધિકારીને 33.4 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 220 સીટો જીતી સતત ત્રીજીવાર રાજ્યમાં સરકાર બનાવી હતી.

કામકાજ પર લોકોની પ્રતિક્રિયા
રાજ્ય સરકારના કામકાજને લઈને લોકોના મતમાં અંતર જોવા મળ્યું છે. લગભગ 43.3 ટકા લોકોએ સરકારના કામને ખુબ સારૂ કે સારૂ ગણાવ્યું, જ્યારે એક તૃતિયાંશ લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમાંથી 20.6 ટકા લોકોએ સરકારના કામને ખુબ ખરાબ અને 18.3 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે. આ સિવાય 36.5 ટકા જવાબ આપનારે કહ્યું કે તે વર્તમાન ટીએમસી ધારાસભ્યોને ફરી મત આપવા ઈચ્છે છે.

જાતિગત આંકડા પણ જાણો
અલગ-અલગ સામાજિક સમૂહોની વાત કરીએ તો મુસ્લિમ સમુદાય વચ્ચે મમતાની પ્રસિદ્ધિ યથાવત છે. 44.2 ટકા લોકોએ સરકારના કામકાજને ખુબ સારૂ ગણાવ્યું. તેનાથી અલગ સવર્ણ હિંદુ મતદાતા અને એસટીના લોકો સરકારના કામકાજને લઈને આલોચનાત્મક જોવા મળ્યા. આ બંને સમૂહોના 26.6 ટકા લોકોએ સરકારના કામકાજને ખુબ ખરાબ ગણાવ્યું છે.

લોકોએ જણાવી પાર્ટીની નબળાઈ
ઓપિનિયન પોલથી જાણવા મળે છે કે રાજ્યમાં ભાજપની સૌથી મોટી નબળાઈ પાર્ટીની આંતરિક ફૂટ છે. 19.9 ટકા જવાબ આપનારે પાર્ટીની અંદર લડાઈ અને જૂથવાદ તરફ ઈશારો કર્યો. તો 17.2 ટકા લોકોને લાગે છે કે એક જાદુઈ રાજ્ય-સ્તરીય નેતાની કમી છે અને 12.5 ટકા લોકો વિચારે છે કે પાર્ટી બંગાળની સંસ્કૃતિને સમજતી નથી.

0
509 views

Comment