logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાટણ જિલ્લા કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોના આયોજન અંતર્ગત બેઠકનો ધમધમાટ શરૂ થયો

પાટણ જિલ્લા કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોના આયોજન અંતર્ગત બેઠકનો ધમધમાટ શરૂ થયો

પાટણ: 23.03.2026
અહેવાલ: મિહિર પટેલ, ચાણસ્મા
AIMA MIDEA NEWS, DELHI


સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ હોદ્દેદારોને જવાબદારી સોપાઈ

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ આવનાર વિવિધ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આગામી સમયમાં ભાજપ દ્વારા યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને લોકસંપર્ક અભિયાનના સુચારુ સંચાલન તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને તૈયારિઓ શરૂ કરવામાં આવી છે.જે માટે હોદેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.જેના માટે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવી ઉર્જા ફૂંકવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જિલ્લાના દરેક મંડળ સ્તરે વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ માટે સંગઠન દ્વારા 14 જેટલા કુશળ વક્તાઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પાયાના કાર્યકરો સુધી પક્ષની વિચારધારા અને સરકારની કામગીરી પહોંચાડશે. પ્રદેશ વક્તા પ્રદિપભાઈ પરમાર અને પ્રભારી સત્યેનભાઈ કુલાબકરે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સંગઠન એ જ શક્તિ છે અને દરેક કાર્યકર્તાએ જનતા વચ્ચે જઈને સેતુ બનવાનું છે.

29 માર્ચ: મંડળ કક્ષાએ ‘ટિફિન કે સાથ મન કી વાત’ કાર્યક્રમ યોજાશે, જેમાં કાર્યકરો સામૂહિક ભોજન સાથે વડાપ્રધાનના સંવાદને સાંભળશે.
6 એપ્રિલ: ભાજપના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દરેક કાર્યકર પોતાના ઘર પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.
જનસંપર્ક: છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ‘ઘર-ઘર સંપર્ક અભિયાન’ હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાંથી પ્રદેશ વક્તા પ્રદિપભાઇ પરમાર જિલ્લા પ્રભારી સત્યેનભાઇ કુલાબકરે પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સકારાત્મક અને ઊર્જાસભર ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ,બાબુજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ,જિલ્લા પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર,બાબુભાઈ ચૌધરી સહિત અપેક્ષિત પદાધિકારીઓ ઉપસ્થિતિએ બેઠકને વધુ પ્રભાવશાળી બનાવી હતી.

128
5759 views

Comment