logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતા જહાજો પાસેથી ઈરાન વલૂસશે 18 કરોડનો ટોલ, અમેરિકાને આપી ખુલ્લી ધમકી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને વૈશ્વિક અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું છે. ઈરાને જાહેરાત કરી છે કે, આ જળમાર્ગ પરથી પસાર થતા પસંદગીના જહાજો પરથી 20 લાખ ડોલર (આશરે 18,76,00,300 રૂપિયા) ટ્રાન્ઝિટ ચાર્જ અથવા ટોલ વસૂલશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, ઈરાનનો પલટવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો 48 કલાકની અંદર આ જળમાર્ગ સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (વીજળી માળખા) ને નષ્ટ કરી દેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ધમકીના જવાબમાં જ ઈરાને આ કડક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના વિરોધીઓ સિવાય અન્ય તમામ માટે ખુલ્લો છે.

યુદ્ધ માટે ફંડ એકઠું કરવા લેવાયો નિર્ણય

ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અલાઉદ્દીન બોરોજેર્દીએ જણાવ્યું હતું કે, આ ભારે ફી પહેલેથી જ લાગુ કરી દેવામાં આવી છે, જે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ઈરાનના નવા સાર્વભૌમ શાસનની સ્થાપના અને તેની તાકાત દર્શાવે છે. યુદ્ધ લડવામાં પૈસાનો ખર્ચ થાય છે, તેથી સ્વાભાવિક રીતે જ યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડવા જહાજો પાસેથી આ ટ્રાન્ઝિટ ફી લેવી પડશે.

અમેરિકાને ઈરાને આપી ખુલ્લી ધમકી

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીનો જડબાતોડ જવાબ આપતા ઈરાને પણ વળતી ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જો અમેરિકા તેની ધમકી પર અમલ કરીને ઈરાનના વીજ મથકો પર હુમલો કરશે, તો તેલ અને અન્ય નિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

4
238 views

Comment