સચિન ખાતે સાતવલ્લા બ્રિજનું લોકાર્પણ, હજારો વાહનચાલકોને મળશે મોટી રાહત
સચિન ખાતે સાતવલ્લા બ્રિજનું લોકાર્પણ, હજારો વાહનચાલકોને મળશે મોટી રાહત
સુરત, તા. 22 માર્ચ 2026 (સાંજે 4:30)
અશોક પટેલ, વાંઝ
સુરત શહેરના સચિન વિસ્તારમાં નવીન રીતે વિકસાવવામાં આવેલ સાતવલ્લા રેલવે ફ્લાયઓવર બ્રિજનું આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવીયો તથા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઇ દેસાઇ પણ હાજર હતાં
આ બ્રિજ ખુલ્લો મુકાતા પીક અવર્સ દરમિયાન સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યામાંથી સ્થાનિક રહેવાસીઓ અને હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. સુરતથી નવસારી અને નવસારીથી સુરત વચ્ચે દૈનિક મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર થતો હોય, સચિન ખાતે ટ્રાફિક જામ એક લાંબા સમયથી મોટી સમસ્યા બની રહી હતી.
મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજના નવીનીકરણ અને વિસ્તરણ માટે નોંધપાત્ર ખર્ચ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલાં કામ પૂર્ણ થતાં આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
બ્રિજ કાર્યરત થતાં હવે વાહન વ્યવહાર વધુ સુગમ બનશે, તેમજ મુસાફરોના સમય અને ઇંધણની બચત થશે. સાથે સાથે આસપાસના અન્ય ફ્લાયઓવર પરનો ટ્રાફિક ભાર પણ ઘટાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક રહેવાસીઓએ પણ આ વિકાસકાર્યને આવકાર્યો હતો અને તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, પક્ષ કાર્યકર્તાઓ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.