logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Breaking News : ગુજરાતમાં ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારે અસર

ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર કરેલા હુમલાને પગલે ફાટી નીકળેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. ભારત પણ આ યુદ્ધની અસરથી વંચિત નથી રહ્યું. ભારતમાં પણ કેટલાય ક્ષેત્રોમાં ઈરાન ઈઝરાયેલ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવા ગુજરાતના વિવિધ ઉદ્યોગો ઉર ઈરાન ઈઝરાયેલ યુદ્ધના 8માં દિવસથી જ અસર વર્તાવવાનું શરુ થઈ ચૂક્યું હતું.

ગુજરાતમાં માત્ર ઉદ્યોગો જ નહીં, મંદિરમાં પણ યુદ્ધની અસર જોવા મળી છે. ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં તો ભાવિક ભક્તો માટે અપાતી એક સેવા યુદ્ધની અસરને કારણે બંધ કરી દેવામાં આવી છે. ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં, મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી આપવામાં આવે છે. જો કે, ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી ઈરાન ઈઝરાયેલ યુદ્ધને કારણે હાલમાં બંધ કરવામાં આવી છે. ​હાલમાં ચાલી રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની સીધી અસર ડાકોરમાં જોવા મળી છે. ​

ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારના રોજ અહીં 2 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદી લેતા હતા, જ્યારે બાકીના દિવસોમાં આશરે 1 હજાર જેટલા ભક્તો આ લાભ લેતા હતા. ​ આ ભોજનશાળામાં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હતી. ​જેવી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પૂર્તિ થશે, તેવી જ આ ભોજનશાળા ફરીથી કાર્યરત કરવામાં આવશે.

0
925 views

Comment