સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર ૧ થી ૩૦ ની વોર્ડવાર /વિભાગવાર મુસદ્દારૂપ તૈયાર કરેલ મતદારયાદી પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની જાહેરાત.
રાજ્ય ચૂંટણી આયોગના આદેશક્રમાક રાચઆ - ચટણ - મનપા - મતય૧ (૪) - ૦૩૨૦૨૬ - ક - ૭૭૯૮ થી ૭૮૮૦, તા.૧૮/૦૩/૨૦૨૬ થી જણાવ્યા મુજબ, ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ ની કલમ - ૮ તથા બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (મતદાર નોધણી) નિયમ ૧૯૯૪ ના (વખતોવખત સુધાર્યા પ્રમાણેની) જોગવાઈ અનુસાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટેના વોર્ડ નંબર ૧ થી ૩૦ ની વોર્ડવાર / વિભાગવાર મુસદ્દારૂપ તૈયાર કરેલ મતદારયાદીઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન કચેરીમા લાગત મતદાર યાદી તથા વોર્ડ ઓફિસમા લાગત ઈલેકશન વોર્ડની મતદારયાદી આ સાથે સામેલ પત્રકમા જણાવેલ સ્થળોએ તા.૨૩/૦૩/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરવામા આવેલ છે.
ઉપરોક્ત નિયમ અનુસાર જે વ્યક્તિનુ નામ લાગત વિધાનસભા મતદાર વિભાગમા મતદાર તરીકે નામ નોધાયેલ હોય પરંતુ તે વ્યક્તિનુ નામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેંની યાદીમાં સમાવિષ્ટ કરવાના રહી ગયેલ હોઈ, તો તેવી વ્યક્તિએ જરૂરી પુરાવા સાથે રૂમ નંબર ૧૨ ઈલેકશન એન્ડ સેન્સસ વિભાગ, મુખ્ય કચેરી (તાપી ભવન), સુરત મહાનગરપાલિકા ખાતે નિયત નમુનામાં અરજી કરવાની રહે છે.