ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વીજ લાઈનોના બાબતે કાયદા સેમિનારનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સેમિનારમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ હ
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વીજ લાઈનોના બાબતે કાયદા સેમિનારનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સેમિનારમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલા 200 જેટલા ખેડૂતપુત્રોએ સહભાગિતા દાખવી. બે દિવસના સેમિનારમાં પહેલા દિવસે શરૂઆત એકબીજાના પરિચયના સેશનથી કરવામાં આવ્યો, ત્યારબાદ પાલભાઈ આંબલિયા દ્વારા ""આપણે અહીંયા શા માટે" વિષય પર બધા જ સેમિનાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, ત્યારબાદ એચ. કે. આર્ટ્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, ખૂબ જ સારા અર્થશાસ્ત્રી, વર્ષો સુધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબારમાં અર્થશાસ્ત્ર પર કોલમ લખનાર કોલમનિસ્ટ હેમંત કુમાર શાહ દ્વારા ભારત અમેરિકા વચ્ચે થયેલ ""ટ્રેડ ડીલ"", ""દેશના વર્તમાન અર્થતંત્રમાં ખેડૂતો ક્યાં ??"' તેમજ ભારતના બંધારણ પર ખૂબ જ વિસ્તૃત વાત કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલે ""વીજ લાઈનોના કાયદાઓ બાબતે પ્રારંભિક વાત કરી તો ગુજરાતમાં ખેડૂતો, ગરીબો, વંચિતો પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ચિનુંભાઈ વૈદ્યના દીકરી નીતા બહેન અને તેની દીકરી મુદિતા બહેન જેઓ નિરમાં પ્રોજેકટ, મીઠી વીરડી જેવા પ્રોજેકટ પર્યાવરણના મુદ્દે લડત લડવામાં અગ્રીમ ભૂમિકા નિભાવી હતી તેવા બન્ને બહેનોએ પર્યાવરણ વિષય પર અમારા જ્ઞાનમાં વધારો કરવા પ્રયત્ન કર્યો, ત્યારબાદ UN0 માં જેણે સેવા આપી છે, માલધારીઓના પ્રશ્ને 52 દેશોમાં જેણે ખૂબ જ મહત્વની કામગીરી કરી છે અને ખેડૂતોના મુદ્દે 2011 થી 2013ના સમય ગાળામાં સાણંદ "SIR" પ્રોજેકટ સામે 140 ગામોને સાથે રાખી SIR પ્રોજેક્ટ રદ્દ કરાવવામાં સફળ રહ્યા તેવા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ એ ""સંગઠન શક્તિ"" વિશે વિસ્તૃત માહિતગાર કર્યા ત્યારબાદ ખોટી અને ભૂલ ભરેલ જમીન માપણી વિશે એડવોકેટ ગિરધરભાઈ વાઘેલા અને પાલભાઈ આંબલિયા એ સેમિનાર્થીઓને મુદ્દાસર સમજ આપી પહેલા દિવસે છેલ્લા સેશનમાં નિવૃત IPS રમેશભાઈ સવાણીએ આંદોલનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અહિંસક આંદોલન જ શા માટે કરવું જોઈએ અને પોલીસની ભૂમિકા અને તેની સામે લડતના રસ્તાઓ વિશે સૌને માહિતગાર કર્યા. બીજા દિવસે સવારે 10 વાગ્યાના પહેલા જ સેશનમાં ગુજરાત હાઈકોર્ટના ખૂબ જ ખ્યાતનામ વકીલ આનંદભાઈ યાજ્ઞિક દ્વારા વીજ લાઈનોના કેસોમાં કાયદાકીય જોગવાઈઓ અને કોર્ટમાં લડત બાબતે સૌને સમજ આપી ત્યારબાદ જયેશભાઈ પટેલે વીજ લાઈનોના કાયદાઓ, પરિપત્રો, રાજ્ય સરકારના પરિપત્રો, અલગ અલગ હાઇકોર્ટ, સુપ્રિમકોર્ટના ચુકાદાઓ બાબતે ઝીણવટ પૂર્વક સમજ આપી ત્યારબાદ પાલભાઈ આંબલિયા આંદોલન એટલે શું ?? આંદોલનમાં કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ સહિતની તમામ સેમિનાર્થીઓ સાથે કરી બપોરના જમ્યા બાદ બધા પાસેથી રિવ્યુ લેવામાં આવ્યા અને ત્યારબાદ આગળની રણનીતિ બાબતે સૌના અભિપ્રાય લેવામાં આવ્યા
આ સેમિનારમાં રહેવા જમવા સહિતનું આયોજન મહેશભાઈ રાજકોટિયા દ્વારા ખૂબ જ ઉત્તમ કરવામાં આવ્યું હતું
અને આ સેમિનારમાં ખૂબ મહત્વનું કહી શકાય એવી બાબત એ હતી કે તમામ લોકોને બોલવાનો, પોતાની વાત મુકવાની છૂટ તો હતી જ પણ એનાથી પણ ઉત્તમ બાબત એ હતી કે સેમિનારનું સંચાલન જ સેમિનારમાં આવેલ યુવાનોને આપવામાં આવ્યું હતું સેમિનારમાં સૌથી વધારે યુવાનોની હાજરી હતી તે મને ખુબ જ ઉત્સાહ વર્ધક લાગી. બે દિવસના સેમિનારમાં પહેલા દિવસે સવારના 10 થી રાતના 10 સુધી અલગ અલગ સેશન ચાલ્યા પણ એક મિનિટ માટે પણ કંટાળો આવે એવું ક્યારેય ન લાગ્યું એ સૌથી મોટી વાત હતી સેમિનારમાં દરેક સેશન એકબીજાથી ચડિયાતા વક્તાઓ લેતા હોય, સેમિનારમાં દરેક સેશનમાં નક્કી કરવામાં આવેલા વિષયો ખૂબ જ ઉપયોગી હતા
અને છેલ્લે આ સેમિનારના આયોજકો એટલે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આખી ટિમ પોતે પણ સેમિનાર્થીઓ હોય એ રીતે કોઈ નાનું નહિ કોઈ મોટું નહીં એ ભાવથી અમારી સૌની સાથે નીચે જ અમારી સાથે જ બેસીને સહભાગી બન્યા એ અમારા સૌ માટે આશ્ચર્યજનક બાબત હતી. આ સેમિનાર પછી અમે સૌ સેમિનાર્થીઓ પણ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથી બની ગયા એ અમારા માટે ગૌરવશાળી બાબત રહી
આ સેમિનારમાં સૌથી મોટી વાત જે હૂઁ શીખ્યો એ એ હતી કે સૌથી પહેલા લોકો માટે લડો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, ગરીબ, વંચિત, પીડિત, ખેડૂતો માટે લડીએ તો કુદરત તો સાથ આપેજ પણ સાથે સાથે તમારી લડતને સાથ સહકાર આપવા બીજા લોકોનો પણ સાથ મળે પણ શરત એટલી કે તમારી લડત માહિતીસભર, પૂરતા જ્ઞાન સાથે અને નિશ્વાર્થ ભાવે હોવી જોઈએ બીજી વાત એ શીખી કે જે કોઈપણ વ્યક્તિ પાસેથી માહિતી, જ્ઞાન મેળવીએ તો એને પોતાના સ્વાર્થ માટે નહીં પણ લોકોપયોગી કાર્યોમાં કેમ ઉપયોગ કરી શકાય.
આ સેમિનારમાં ખેડૂતો માટે કાર્ટૂન બનાવતા હેમંતભાઈ વિરડા, ખેડૂતોને સોશિઅલ મીડિયાના માધ્યમથી વિડિઓ બનાવી મહેસુલ વિભાગ અંગેની માહિતી આપતા રમણિકભાઈ કોટડીયા અને કોલેજના પ્રોફેસર, અમદાવાદથી ત્રણ પત્રકાર મિત્રો પણ ખાસ શીખવા માટે આ સેમિનારમાં બે દિવસ અમારી સાથે સેમિનાર્થી તરીકે અમારી સાથે રહયા.