ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ - રાજકોટનાં સહયોગથી " સુજલામ સુફલામ " યોજના અંતર્ગત રાજકોટ તાલુકાના માલિયાસણ અને કુવાડવા ગામે પાણી સંચય અને ગ્રામ વિકાસને પ્રોત
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ - રાજકોટનાં સહયોગથી " સુજલામ સુફલામ " યોજના અંતર્ગત રાજકોટ તાલુકાના માલિયાસણ અને કુવાડવા ગામે પાણી સંચય અને ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપતા તળાવ ઊંડું ઉતારવાના કાર્યનું શુભ પ્રારંભ કરાવ્યું.
આ પ્રસંગે વિસ્તારનાં ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણી,તાલુકા ભાજપ પ્રમુખશ્રી કેયુરભાઈ ઢોલરિયા,અગ્રણી શ્રી રાજાભાઈ ચાવડા,શ્રી જસ્મીનભાઈ પીપળીયા,શ્રી પ્રકાશભાઈ કાકડિયા,શ્રી ભરતભાઈ ડાભી, સંગઠનનાં હોદેદારો, સ્થાનિક અગ્રણીઓ,મહાનુભાવો,સરપંચશ્રી,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તળાવ ઊંડું ઉતારવાની આ કામગીરીથી વરસાદી પાણીનું સંચય વધશે, ભૂગર્ભ જળસ્તર મજબૂત બનશે અને ખેતી તેમજ પશુપાલન માટે ગામને લાંબા ગાળે લાભ મળશે.