લોધિકા તાલુકાના અભેપર ગામે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ઊન્ડ જળસિંચન વિભાગ દ્વારા આયોજિત સૌની યોજના લિંક-3, પેકેજ-5 હેઠળ 13.25 કરો
લોધિકા તાલુકાના અભેપર ગામે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ઊન્ડ જળસિંચન વિભાગ દ્વારા આયોજિત સૌની યોજના લિંક-3, પેકેજ-5 હેઠળ 13.25 કરોડના ખર્ચે ઢોલરા, વીરવા, રાવકી, માખાવાડ, ચીભડા, ધોલિકા, ચાંદલી ગામોને લાભ આપતી તળાવ/ચેક ડેમોને જોડતી 3 કિ.મી. પાઈપલાઈન ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સંગઠન ના સૌ પદાધિકારીશ્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો, સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.