સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે દિનાંક. 20/03/2026ના રોજ વાંઝ પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે દિનાંક. 20/03/2026ના રોજ વાંઝ પ્રાથમિક શાળા ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભાની અધ્યક્ષતા સરપંચ શ્રીમતી હિનાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
સભાની શરૂઆતમાં ગામના બાકી રહેલા વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગટર, રોડ, સ્ટ્રીટલાઇટ,કિકેટ ગાઉનડ,લાઇબ્રેરિ,શ્રીકલ્યાણજી મહેતા સ્મારક સહિતના આધારભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સાથે સાથે આવનારા સમયમાં હાથ ધરવાના નવા વિકાસકાર્યો અંગે સભાસદો તથા ગ્રામજનોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તે યોજનાઓનો લાભ ગામના દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.
ગ્રામસભા દરમિયાન ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સંકલન સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ ગ્રામસભામાં તલાટી-કમ-મંત્રીશ્રી, સરપંચશ્રી, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો, આરોગ્ય વિભાગનો સ્ટાફ, વિરોધ પક્ષના અશોકભાઈ પટેલ, ગીરીશભાઈ વાંઝવાલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.