પાટણ જિલ્લા કાર્યાલય મુકામે ભારતીય જનતા યુવા મોરચાની પરિચય બેઠક યોજાઈ.
પાટણ જિલ્લા કાર્યાલય મુકામે ભારતીય જનતા યુવા મોરચાની પરિચય બેઠક યોજાઈ.
પાટણ, ૧૯.૦૩.૨૦૨૬
અહેવાલ: મિહિર પટેલ ચાણસ્મા
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી બાબુજી ઠાકોર, શ્રી લાલજીભાઈ દેસાઈ તેમજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મિલન પટેલ ,યુવા પ્રભારી શ્રી શ્રેયસભાઈ પટેલ ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું.
શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા સમાજસેવા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કાર્યકર્તાની જવાબદારી અંગે ઉર્જાવાન વિચારો રજૂ કરવામાં આવ્યા. તેમણે યુવાનોને સંઘર્ષ, સમર્પણ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે બીજેપી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરિત કર્યા.
પદાધિકારી ની પરિચય બેઠક મા નવી ઊર્જા, ઉત્સાહ અને સંગઠન પ્રત્યે અડગ વિશ્વાસ ઉભો કરનાર બનીયે ...
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી