logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ

.૧૮/૦૩/૨૦૨૬



*ભરૂચ ખાતે મહિલા સ્વરોજગાર ભરતી મેળો યોજાયો*

*ભરૂચની મહિલાઓ માટે ઘર આંગણે રોજગારીની નવી તકોના દ્વાર ખૂલ્યા- લાભાર્થી પ્રજાપતિ શીતલ*

ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લામાં ૧૮મી માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના રોટરી ક્લબ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળો' ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું

આ ભરતી મેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારના પ્રતિષ્ઠિત એકમો જેવા કે એમ.આર.એફ લિમિટેડ (દહેજ), એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ, યોકોહામા ઓફ હાઈવે ટાયર, અને સન ફાર્માસ્યુટિકલ સહિતના કુલ ૮ થી વધુ અગ્રણી નોકરીદાતાઓએ ભાગ લીધો હતો.આ ભરતી મેળામાં મશીન ઓપરેટર, મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટીસ જેવી વિવિધ કેડર માટે અંદાજે ૬૨૫ થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

આ તકે, મહિલા સ્વરોજગાર મેળમાં પ્રજાપતિ શીતલે હર્ષની લાગણી સાથે જણાવ્યું કે, મારા પોતાના ઘર આંગણે લાંબા સમય બાદ મને રોજગારી મળવા જઈ રહી છે. દહેજ સ્થિત જાણીતી કંપની યોકોહામા ઓફ હાઈવે ટાયર (Yokohama) દ્વારા મશીન ઓપરેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આજે હું ખૂબ ખુશ છું. મહિલા સ્વરોજગાર મેળાના કારણે ભરૂચની મહિલાઓ માટે ઘર આંગણે રોજગારીની નવી તકોના દ્વાર ખૂલ્યા છે. ત્યારે વધુમાં વધુ મહિલાઓ મહિલા સ્વરોજગાર મેળાનો લાભ લે તેવો અનુરોધ તેમણે કર્યો હતો

મહાનુભાવોના હસ્તે આ દીકરીઓને રોજગારના અવસર પૂરા પાડતા પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે. માત્ર રોજગારી જ નહીં, પરંતુ મહિલા કલ્યાણના ભાગરૂપે 'વ્હાલી દીકરી યોજના' ના મંજૂરી આદેશોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે જ્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નોકરીદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ 'બેટી બચાવો, બેટી પઢાવો' ના શપથ લીધા હતા, જે મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., ડિપ્લોમા અને સ્નાતક થયેલી મહિલા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો... ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ.....

0
0 views

Comment