logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ તરફથી સાઉથ-વેસ્ટ (અઠવા ) ઝોન વિસ્તારના પાણી પુરવઠા અંગેની અગત્યની જાહેરાત.

સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના વિસ્તારોમાં તા.ર૩/૦૩/ર૦ર૬ અને તા.ર૪/૦૩/ર૦ર૬ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી તે અંગેની અગત્યની જાહેરાત
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાનાં અલથાણ જળવિતરણ મથક પાસે GMRCL ના વી.આઇ.પી. રોડ સ્ટેશનની કામગીરીમાં નડતરરૂપ અલથાણ જળવિતરણ મથક ખાતેની ૧ર૦૦ મી.મી. વ્યાસની કોમનહેડર નળીકા શીફટીંગની કામગીરી તા.ર૩/૦૩/ર૦ર૬ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકથી રાત્રીના કામગીરી પુર્ણ થાય ત્યા સુધી હાથ ધરવામાં આવનાર હોવાથી સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના અલથાણ જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી ભરી શકાય તેમ નથી. જેના કારણે સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના અલથાણ જળવિતરણ મથકથી સપ્લાય કરવામાં આવતો પાણી પુરવઠો નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.ર૩/૦૩/ર૦ર૬ ના રોજ સાંજના સમયનો અને તા.ર૪/૦૩/ર૦ર૬ના રોજ સવારના સમયનો પાણી પુરવઠો આપી શકાય તેમ નથી. જેની જાહેર જનતાએ તકેદારીપૂર્વક નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.

સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોન મુજબ પાણી પુરવઠાને અસર થનાર વિસ્તારોની વિગત નીચે મુજબ છે.

નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.ર૩/૦૩/ર૦ર૬ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી.

૧. સાઉથ વેસ્ટ ઝોન (અઠવા)
અલથાણ તથા ભીમરાડ જળવિતરણ મથક:- સાંજનો ૩:૦૦ થી ૬:૦૦ કલાકનો સપ્લાય:- ટી.પી. ૪૩ (ભિમરાડ),ટી.પી. ૪ર (ભિમરાડ-સુડા) અને ડ્રીમ સીટી ખજોદ, ભિમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર તેમજ ટી.પી.૩૬ (અલથાણ), ટી.પી. ૩૭ (અલથાણ દક્ષિાણ) નો વિસ્તાર.

ર. નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.ર૪/૦૩/ર૦ર૬ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી.
અલથાણ જળવિતરણ મથક:- સવારનો પ:૦૦ થી ૮:૦૦ કલાકનો સપ્લાય:- અલથાણ ગામતળ, ન્યુ સીટી લાઈટ, ભટાર રોડ, ગોકુલ નગર, ટી.પી.૩૬(અલથાણ) તથા આજુબાજુમાં આવેલ ટી.પી.વિસ્તારનો વિસ્તાર.

6
745 views

Comment