logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શ્રીદરિયાલાલદેવની ૮૫૩મી જન્મજયંતી ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય ના શ્લોક સાત અને આઠ મુજબ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ઉદ્દેશીને સમગ્ર સમગ્ર વિશ્વને આશ્વાસન

દરિયાલાલદેવની જીવનગાથા

ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય શ્લોક સાત અને આઠ મુજબ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ઉદ્દેશીને સમગ્ર વિશ્વને આશ્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, ધર્મ જ્યારે મુશ્કેલીમાં હશે, ત્યારે સજ્જનોની રક્ષા કરવા, દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મની સંસ્થાપના કરવા હું યુગે યુગે અવતાર લઈશ. શ્રી દરિયાલાલદેવ પ્રાગટ્ય સંદર્ભમાં જ્યારે ગીતાજીનાં આ કથનનો વિચાર કરીએ, તો
એવી જ સ્થિતિનું નિર્માણ ૧૨મી સદીમાં થયું અને વરુણ દેવને આ ધરતી પર અવતાર ધારણ કરવો પડ્યો.ઇતિહાસમાં ડૂબકી લગાવીએ, તો ૧૧મા સૈકા સુધી ઉત્તર -પશ્ચિમ ભારતનાં ૨૪ પરગણાં રાજ્યમાં લોહરાણા રાજાઓનું રાજ્ય હતું. ૪૦૦ - ૪૦૦ વર્ષ સુધી ઉત્તર - પશ્ચિમથી થતાં વિધર્મીઓનાં આક્રમણોના જવાબ આ રાજાઓ આપતા રહ્યા અને પરિણામે જ્યાં સુધી લોહરાણા રાજાઓનું રાજ્યહતું સુધી એક્પણ વિધર્મી ભારતમાં પ્રવેશી નહોતો શક્યો. કાળક્રમે અંતિમ લોહારાણા રાજવી વીર જશરાજદાદાની વીરગતિ બાદ, વિધર્મીઓએ ઉત્તર- પશ્ચિમ ભારત પર કબજો જમાવ્યો અને ભારતની સંપત્તિ લૂંટવા સાથે સાથે વટાળ પ્રવૃત્તિને પોતાનો મુખ્ય ઉદ્દેશ બનાવ્યો, ત્યારે ૧૨મી સદીમાં સિંધ પ્રદેશનાં નગરઠઠ્ઠા શહેરમાં મરખશાહ નામના સૂબાનું રાજ હતું. નગરઠઠ્ઠામાં વેપાર કરતા લોહાણા વેપારી માણેકજીના મોટા વેપાર અને આગવી ધંધાકીય સૂઝબૂઝને કારણે મરખશાહે એમને નગરશેઠનું બિરુદ આપેલું હતું. આ કારણેતેમની વચ્ચે ખૂબ સારી મિત્રતા બંધાઈ. સનાતન ધર્મ છોડયાના બીજા દિવસે નગરઠઠ્ઠામાં વાર્તાના વંટોળ ચડ્યા. લોહાણા અગ્રણીઓ ટોકલમલ,અધનમલ, નંદમલ અને મલમલ ઠક્કરે આગેવાની લઈને પોતાના કુળગુરુ રત્નયાર મહારાજ અને ભૂરા જોશી વગર સારસ્વત માસ્તાન પાસે જઈને ધર્મરક્ષા કાજે શાસ્ત્રોક્ત વિધાન કરવા વિનંતી કરી, રત્નેશ્વર મહારાજ અને ભૂરા જોશીએ સમુદ્રકિનારે હિન્દુઓના સમૂહ સાથે બેસીને વરુણદેવને વિનવવા હઠયોગ કરતાં અન્ન-જળનો ત્યાગ કરીને અર્ચના શરૂ કરી. ત્રણ દિવસ અને ત્રકા રાત્રિ સૌ ભેગા મળીને વરુણદેવને વિનવે છે. ચોથા દિવસની સવાર ઊગતાં જ એટલે કે ફાગણ વદ નવમીની પ્રભાતે સાગરદેવ ખળભળી ઊઠયા. ઊછળતાં મોજાઓની માંથી દેવવાણી આકાશવાણી સંભળાઈ કે સિંધના શાહને સમાચાર આપો કે આજથી સાતમે દિવસે નસરપુરમાં રતનરાય ઠક્કરને ઘેર દેવકી માને કૂખે જન્મ લઈને મારો સાક્ષાત્કાર ભતાવીશ. વેચન અને સમૂહ પ્રાર્થના કવ્યાં અને ચેબ સુદ બીજના દિવસે માતા દેવકીની કુખે જાજવલ્ય તેજનો પ્રકાશ પાથરતા પુત્રનો જન્મ થયો. નસરપુરનાં દેવાલયો ઝાલર ઘંટારવ અને શંખનાદથી ગૂંજી ઊઠયાં. નગરઠઠ્ઠામાં વિજયોત્સવ જેવો માહોલ ઊભો થયો. એ તેજસ્વી બાળકનું નામ લાલ ઉડેરો રાખવામાં આવ્યું.સિંધુના મધ્યજળમાં મત્સ્ય પર સવાર, હાથમાં પુસ્તક, શ્વેત દાઢી અને વાળ માથે મુકુટ ધારણ કર્યો છે, તેવા અત્યંત દેદીપ્યમાન તેજપુંજ દરિયાલાલદેવ બેઠા છે. સિંધુના કિનારે એકઠી થયેલી ભીડ વચ્ચે મરખશાહ અવાક બને છે. લોકો પાલખીમાં બેસાડીને ઝુલેલાલને નસરપુર પધરાવે છે. ત્યારબાદ લાલ ઉડેરો પાંચ વર્ષની ઉંમરે અભ્યાસ અર્થે ગુરુગૃહે પધાર્યા. વિદ્યા સંપાદન કરી ગુરુઆજ્ઞા લઈને સ્વગૃહે પરત આવ્યા અને પિતાના વ્યવસાય કુહર -ભાફેલી દાળ વેચવા લાગ્યા. બાફેલી દાળ સમુદ્રદેવને ભોગરૂપે ધરાવીને બદલામાં સોનામહોર ભરેલો થાળ પાછો લાવે. દરિયાદેવનાં જીવનમાં અનેક શિષ્યો આવ્યા, જેમાં પુંગરને પહશિષ્ય બનાવ્યો અને સાત અમૂલ્ય વસ્તુ સોંપી, જેમાં પ્રથમ નિમાલી ઝારી, બીજી જ્યોત, ત્રીજી કંથા, ચોથી વેઢ, પાંચમી ઢકલા, છઠ્ઠી તેગ અને સાતમી દેગ.દરિયાલાલદેવનાં મૂળ સ્થાન નસરપુરમાં જ્યોતની સ્થાપના છે અને દરેક દરિયાસ્થાનમાં અખંડ જ્યોત હોય જ. ખુદ દરિયાલાલદેવે પોતાના શિષ્ય પુંગર અને તમામ આશ્રિતોને વચન આપ્યું કે જ્યાં સુધી આ અખંડ જ્યોત પ્રજવલિત હશે, ત્યાં સુધી હું જળ અને જાર (અન્ન) ખૂટવા નહીં દઉં. ત્યારબાદ પોતાનું જીવન સંકેલી લેતાં ઘોડા સહિત ધરતીમાં સ્થાન લીધું.

સંકલન : કપિલ જયંતીલાલ દૈયા

25
1034 views

Comment