logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગમાં ફરજ બજાવતા કર્મચારીનાં સુપુત્રએ સિદ્ધિઓ મેળવી સુરત તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું.

સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગમાં ફરજ બજાવતા કર્મચારી સોલંકી જયાબેન રાકેશભાઇના સુપુત્ર સોલંકી વિવેકકુમાર રાકેશભાઇ જેઓ SAG ધ્વારા સંચાલીત DLSS યોજનામાં મોટાફોફળીયા મુકામે જીમ્નાસ્ટીકસ ખેલાડી તરીકે વર્ષ ર૦ર૩-ર૪માં પ્રવેશ મેળવ્યો હતો. હાલ તેઓ ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. તાજેતરમાં યોજાયેલી રાજયકક્ષા ખેલ મહાકુંભ, રાજપીપળા જી.-નર્મદા મુકામે યોજાયેલ હતી. જેમાં તેઓ અન્ડર ૧૭ વય જુથમાં આર્ટીસ્ટીકસ જીમ્નાસ્ટીકસની વોલ્ટીંગ ટેબલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. ચાલુ વર્ષ SGFI નેશનલ સ્પર્ધા કલકતા મુકામે યોજાયેલ હતી. તેમાં પણ તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત રાજય એસોસિયેશનની ચાલુ વર્ષની રાજયકક્ષાની સ્પર્ધામાં જુનિયર આર્ટિસ્ટીક વિભાગમાં વોલ્ટીંગ ટેબલ ઉપર સીલ્વર મેડલ અને નેશનલ બાર્સ ઉપર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ચાલુ વર્ષ રાજયકક્ષાની સ્પર્ધામાં ૩ મેડલ મેળવી DLSS શાળા શ્રી સી.એ. પટેલ લર્નિગ ઇન્સ, મોટા ફોફળીયાનું નામ રોશન કર્યું છે. તેમની આ સિઘ્ધી બદલ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન એ તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

5
409 views

Comment