logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

ઓલપાડ તાલુકાનાં ધોરણ 3 થી 5 નાં ગણિત વિષયનાં શિક્ષકો તાલીમબધ્ધ કરવામાં આવ્યા

ગુજરાત રાજય, શિક્ષણ વિભાગ દ્વારા NEP-2020 જ NCF-2025 આધારિત અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા તેમજ મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 થી 5 નાં ગણિત વિષયની દ્રિદિવસીય તાલીમ અત્રેનાં બીઆરસી ભવન ખાતે યોજવામાં આવી હતી. જેમાં તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં.
સદર તાલીમ વર્ગમાં ગણિત વિષયનાં કઠિનબિંદુઓનું સરળીકરણ, અધ્યયન નિષ્પત્તિઓની સમજ, રમત દ્વારા શિક્ષણ જેવી મહત્ત્વપૂર્ણ બાબતો તજજ્ઞ એવાં સોનલ ઝાલા (દાંડી), જિજ્ઞાસા સોલંકી (સાયણ સુ.ફે.), નૂતન પટેલ (અસનાડ), ઈશ્વર પટેલ (ધનશેર), પરેશ પટેલ (વડોલી) તથા હરીશ પટેલ (દિહેણ) દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. તાલીમનાં પ્રારંભે ઉપસ્થિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને તાલીમમાં મેળવેલ શૈક્ષણિક ભાથુ પોતાનાં બાળકો સુધી પહોંચાડી તેમની ગુણવત્તાને અપેક્ષિત સ્થાને લઈ જવા અનુરોધ કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી.

1
281 views

Comment