logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વાંઝ ગામે હાટડી ખોલી બેસેલો બોગસ ડૉક્ટર ઝડપાયો ડિગ્રી વગર એલોપેથીક દવા અને સાધનો વડે સારવાર કરતો હતો

વાંઝ ગામે હાટડી ખોલી બેસેલો બોગસ ડૉક્ટર ઝડપાયો
ડિગ્રી વગર એલોપેથીક દવા અને સાધનો વડે સારવાર કરતો હતો
સુરત, તા. 14:
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામ ખાતે ડિગ્રી વગર ક્લિનિક ચલાવી એલોપેથીક દવાઓ દ્વારા લોકોની સારવાર કરતા એક બોગસ ડૉક્ટરને સચીન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ક્લિનિકમાંથી દવાઓ અને તબીબી સાધનો કબ્જે કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંઝ ગામ નજીક આકાશ કોમ્પ્લેક્ષમાં “આશા ક્લિનિક” નામે દવાખાનું ચલાવતો સંજીત નિલકમલ વિશ્વાસ (ઉ.વ. 40) કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથીક દવાઓ અને સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓને સારવાર આપતો હતો. આ અંગે માહિતી મળતા સચીન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ક્લિનિકમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, બોટલો અને તબીબી સાધનો મળી આવ્યા હતા, જેને પોલીસે કબ્જે કર્યા હતા. આરોપી પાસે સારવાર કરવા માટે જરૂરી કાયદેસર ડિગ્રી અથવા પરવાનગી ન હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી ક્લિનિક ચલાવી લોકોને સારવાર આપતો હતો, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર જોખમ ઉભું થવાની શક્યતા હતી. આ મામલે સચીન પોલીસે આરોપી સંજીત નિલકમલ વિશ્વાસની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

0
0 views

Comment