છોટાઉદેપુર, પાનવડ : કિયા સેલટોસમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કોચવડ ગામે રોડ ઉપર કીયા સેલટોસ ગાડીમાં લઈ જવાતો કિં.રૂ.૩,૫૨,૮૦૮/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ કિં.રૂ.૧૧,૫૨,૮૦૮/- ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર...
વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ....
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી પો.ઇન્સ નાઓએ ટેલીફોનથી સમજ કરેલ કે,
કોચવડ ગામે કીયા કંપનીની સેલટોસ ગાડી રજી.નં.GJ-05-RV-1159 નો ચાલક -ભારતીય બનાવટનો વગર પરમીટે વિદેશી દારૂ ભરી આવે છે, જે બાતમી હકીકત આધારે બાતમી છે હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી કીયા સેલટોસ ગાડી આવતા તેને ઇસારાથી રોકવા છે જણાવતા ગાડીના ચાલકે પોતાની ગાડી સ્થળ ઉપર મુકી નાશી ગયેલ જેથી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ...
જેથી ઉપરોક્ત પકડાયેલ કીયા કંપનીની સેલટોસ ગાડી રજી.નં.GJ-05-RV-1159 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૦૪ ની કુલ કિં.રૂ.૩,૫૨,૮૦૮/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ કીયા
છે કંપનીની સેલટોસ ગાડી રજી.નં.GJ-05-RV-1159 જેની કિં.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૫૨,૮૦૮/- મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૫૦૪
કીયા કંપનીની સેલટોસ ગાડી રજી.નં.GJ-05-RV-1159
४.३.३,५२,८०८/-
४.३.८,००,०००/-
પકડવાનો બાકી ઇસમ:-
કુલ કિં.રૂ.૧૧,૫૨,૮૦૮/-
કીયા કંપનીની સેલટોસ ગાડી રજી.નં.GJ-05-RV-1159 નો ચાલક.