જેતપુર તાલુકા નું ચુડેલ ગામે બ્રિજની દયનીય સ્થિતિ, સળિયા બહાર આવતા વાહનચાલકો મુશ્કેલીમાં
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી રંગલી ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજની હાલત દયનીય બની ગઈ છે. બ્રિજના કોંક્રીટમાંથી લોખંડના સળિયા તથા હંગાળ બહાર આવી ગયા હોવાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
બ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહનના ટાયર ફાટવાની તેમજ અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. આ રસ્તા પર રોજિંદા નાના-મોટા અનેક વાહનોની અવરજવર રહે છે, જેના કારણે જોખમ વધુ વધી રહ્યું છે.
લાંબા સમયથી બ્રિજની મરામત ન થતાં માર્ગની હાલત વધુ ખરાબ બની રહી છે.
સ્થાનિક રહીશોએ તંત્રને વહેલી તકે બ્રિજની મરામત કરાવવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ આવે.