logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશન સુરત દ્રારા ઓલપાડની કીમામલી પ્રાથમિક શાળામાં સ્ટીલ ડીશનું વિતરણ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કીમામલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશન, સુરત તરફથી નિ:શુલ્ક સ્ટીલ ડીશોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન, સુરતનાં પ્રતિનિધિઓનાં હસ્તે ડીશોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બાળકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. સદર કાર્યક્રમમાં કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ તથા શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. બંને સંસ્થાનાં પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમારી આ પહેલનો મુખ્ય હેતુ શાળાનાં બાળકોને સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આહાર માટે પ્રોત્સાહન આપવાનો છે. બાળકો શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનને સ્વચ્છ અને સુરક્ષિત રીતે લઈ શકશે. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન પણ આપ્યું હતું. અંતમાં શાળાનાં આચાર્ય પિનાકીન પટેલે આનંદની લાગણી સાથે બંને સંસ્થાઓની આ સરાહનીય પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

1
0 views

Comment