છોટાઉદેપુર, કવાંટ તાલુકા ના મંદવાડા, PHC ખાતે 14 વર્ષની બાલિકાઓને HPV વેકસિન અપાઈ
છોટાઉદેપુર જિલ્લાના મંદવાડા ગામ સ્થિત પીએસસી ખાતે આજ રોજ 14 વર્ષની બાલિકાઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ મેળવવા માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેકસિન આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ હેઠળ ડોક્ટર હિતેશ રાઠવા ના માર્ગદર્શન હેઠળ બાલિકાઓને વેકસિન આપવામાં આવી તેમજ ગર્ભાશયના કેન્સર વિશે જાગૃતિ પણ ફેલાવવામાં આવી.
આ વેકસિન દ્વારા ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સર જેવી ગંભીર બીમારી સામે સુરક્ષા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા બાલિકાઓના સ્વાસ્થ્ય માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
મિલનભાઈ પ્રમુખશ્રી, રવિ દાસ રાઠવા
ડોક્ટર હિતેશભાઈ રાઠવા, તેમજ, રાઠવા જીતેશ ભાઈ, દવાખાનાનું સ્ટાફ તથા નર્સોબેનો ના ગામના આગેવાન હાજર રહ્યા હતા
ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર