logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Chhotaudepuar,શાકભાજીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:

છોટાઉદેપુર, બોડેલી પોલીસે રૂ. 42.83 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો

છોટાઉદેપુર જિલ્લાના Bodeli ખાતે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી શાકભાજીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 42,83,460 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી I.G. Shekh પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા Harsh Sharma મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દારૂબંધીનો કડક અમલ થાય તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી.

બાતમીના આધારે V. S. Gavit પોલીસ ઇન્સ્પેક્ટર, બોડેલી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે મેરીયા પુલ પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશથી વડોદરા તરફ જઈ રહેલી સફેદ રંગની ટાટા અલ્ટ્રા ટ્રક (નં. HP-93-A-8193) ને અટકાવી તપાસ કરતા શાકભાજીના જથ્થા વચ્ચે છુપાવવામાં આવેલ ખાખી રંગના 239 બોક્સમાંથી જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી કાચની બોટલો અને ટીન બીયર મળી આવી હતી.

પોલીસે કુલ 6,388 બોટલો ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂ. 17,13,960, ડ્રાઈવર પાસેથી રૂ. 42,500 રોકડા, બે મોબાઈલ ફોન રૂ. 5,000, ટ્રક કિંમત રૂ. 25,00,000 તેમજ બગડેલા પત્તા કોબી અંદાજિત રૂ. 22,000 સહિત કુલ રૂ. 42,83,460 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17
906 views

Comment