logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાટણ શહેર મહિલા મોરચાના પ્રમુખ દ્રારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી અંતગૅત અનોખો સેવા યજ્ઞ...

પાટણ શહેર મહિલા મોરચાના પ્રમુખ દ્રારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી અંતગૅત અનોખો સેવા યજ્ઞ...

પોતાના નિવાસ સ્થાને
આયુષ્યમાન કાર્ડ અને વય વંદના કાર્ડ માટેના વિશેષ કેમ્પનું આયોજન કરાયું..

પાટણ તા. 10
અહેવાલ: મિહિર પટેલ ચાણસ્મા
AIMA NEWS , DELHI

વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતગૅત પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં રહેતા અને તાજેતરમાં જ પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ માનસીબેન ત્રિવેદી દ્વારા પોતાના નિવાસ્થાને આયુષ્યમાન કાર્ડ અને વય વંદના કાર્ડ માટેના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તા. 9 થી તા. 13 માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો છે જેમાં સોમવારે કેમ્પના *પ્રથમ દિવસે 100* થી વધુ *બીજા દિવસે 135 થી વધુ* લાભાર્થીઓએ પોતાના
આયુષ્યમાન કાર્ડ અને વય વંદના કાર્ડમાં
જરૂરી સુધારા વધારા સાથે નવા કાર્ડ બનાવ
વાનો લાભ લીધો હતો.
માનસીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે પોતાના નિવાસ સ્થાને આયોજિત કરેલ આયુષ્માન ભારત કાર્ડ કેમ્પના આયોજનની વિસ્તારના લોકોએ સરાહના કરી હતી.
આ કેમ્પમાં નવા આયુષ્માન ભારત કાર્ડ બનાવવા,જૂના કાર્ડનું રિન્યુઅલ કરવા,કાર્ડમાં નામ અથવા અન્ય કોઈ ભૂલ હોય તો સુધારો કરવો જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી હોવાનું માનસીબેન ત્રિવેદી એ જણાવ્યું હતું.

37
4220 views

Comment