રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
*પ્રાથમિક શાળા કોબા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન*
*કાર્યક્રમનું ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેમ અને લાગણીપૂર્વક તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ બાલુભાઈ પટેલના પરિવારજનો દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવી તેમની સ્મૃતિને સન્માન આપવામાં આવે છે.
આ અવસરે વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત અભ્યાસમાં ઉપયોગી બની રહે તેવી સ્મૃતિભેટ પણ અર્પણ કરવામાં આવી હતી, જેથી બાળકોને પ્રોત્સાહન મળી રહે અને તેઓ શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરિત બને. બાળકોમાં પણ આ કાર્યક્રમને લઈ ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાલુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવને યાદ કર્યો હતો
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવી સેવાભાવી પરંપરા ચાલુ રાખવા બદલ બાલુભાઈ પટેલના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તિથિ ભોજન જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સહકાર અને સમાજસેવાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.