logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મોટી અમરોલમાં ગુમ આધેડની લાશ કૂવામાંથી મળી, પંથકમાં ચકચાર

09-03-2026

લાશ મળતા ચકચાર



છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા



આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.



ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.



હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.



ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર

4
5 views

Comment