બ્રેકિંગ | છોટાઉદેપુર
બોડેલી પોલીસને મોટી સફળતા, ₹10.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસને દારૂની હેરાફેરી મામલે મોટી સફળતા મળી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ ₹10,56,560/- કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસ દ્વારા પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ. ગાવિતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તાંદલજા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સંખાંદ્રા ગામની સીમમાં તળાવ પાસે છોટાનગર જવાના રોડ પર એક સફેદ રંગની મહીન્દ્રા XUV-700 (નંબર GJ-06-PJ-4643) ગાડી રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગાડીમાંથી
Kingfisher Extra Strong Premium Beer (500 ml) ની 528 ટીન,
Royal Stag Superior Whisky (180 ml) ની 432 બોટલ,
મળી કુલ 960 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹2,56,560/- થાય છે.
દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી XUV-700 કાર (કિંમત અંદાજે ₹8 લાખ) સહિત કુલ ₹10,56,560/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસને જોઈને ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.