logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા તથા સ્વચ્છ ભારત મિશન – અર્બન, ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ સાયન્સ સેન્ટર ખાતેવર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

સ્વચ્છતા અંગે ડિજિટલ તથા સમુદાયીક માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતા પ્રહરીઓનું મજબૂત નેટવર્ક તૈયાર કરવાના હેતુ થી સુરત મહાનગરપાલિકા તથા સ્વચ્છ ભારત મિશન – અર્બન, ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ “Swachhata workshop for creators – Swachhata prahari Meet – creators of a Swachh Gujarat” શીર્ષક હેઠળ આજરોજ તા. ૦૭/૦૩/૨૦૨૬ના રોજ સાયન્સ સેન્ટર ખાતેવર્કશોપનું આયોજન કરવામાં આવેલ.સદર વર્કશોપમા સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ કલાક દરમ્યાન ફિલ્ડ વિઝીટ તથા બપોરે ૦૧:૩૦ થી ૦૫:૦૦ દરમ્યાન ટેકનિકલ સેશન તથા એવોર્ડ વિતરણ આયોજન કરવામાં આવેલ હતું.
સદર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, ડે. મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મનપા કમિશનર એમ નાગરાજન, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા , ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી (હે & હો.) દિનેશ ગુરવ, ડે. પોલીસ કમિશનર (ટ્રાફિક), સીટી ઈજનેર ધર્મેશ ભગવાગર અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર ઉપસ્થિત રહેલ હતા. વર્કશોપમાં ક્રિએટર્સ, ઇન્સ્ફ્લુંએન્સર્સ, યુથ લીડર, NGOના પ્રતિનિધિઓ વિવિધ સમુદાયના આગેવાનો તથા સ્વચ્છતા પ્રત્યે રસ ધરાવતા નાગરીકો સાથે અંદાજે ૨૫૦ થી વધુ લોકોએ ભાગ લીધેલ. જેઓ પોતાની આગવી ક્રિએટીવીટીથી સ્વચ્છતા વિષયક રીલ્સ મારફત તેઓના ફોલોઅર્સ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરનાર છે. વધુમાં આજરોજ સ્વચ્છતા રીલ્સ કોમ્પિટિશનનું લોન્ચિંગ કરવામાં આવેલ, જે અંતર્ગત સૌથી સારી રીલ્સ બનાવનાર ક્રિએટર્સને સુરત મહાનગરપાલિકા દ્વારા ફેલિસીટેટ કરવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેનારા ક્રિએટર્સ દ્વારા સવારના સેશનમા C & D વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ(કોસાડ), પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ(બમરોલી), MRF પ્લાન્ટ(કોસાડ), બાયો CNG પ્લાન્ટ (વડોદ) અને 5R સેન્ટર (ગેલેકસી સર્કલ, પાલ)ની મુલાકાત લેવામાં આવેલ હતી તથા તેઓ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટિંગ પ્રવૃત્તિ કરવામાં આવેલ હતી. બપોર બાદ ઘનકચરા વ્યવસ્થાપન, વપરાયેલા પાણીનું સંચાલન, IECપ્રવૃત્તિઓ તથા ઇન્ફ્લુએન્સર મીટ-અપ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા પ્રેરણાદાયક વ્યાખ્યાન આપવામાં આવેલ હતા.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેલ ન હતા પરંતુ વર્કશોપમા હાજર તમામ ક્રિએટર્સ, ઇન્સ્ફ્લુંએન્સર્સ અને કન્ટેન્ટ મેકર્સને એક રચનાકાર તરીકે લેખી, તેઓ સ્ટોરી ટેલીંગ અને ડીજીટલ એન્ગેજમેન્ટ સ્વચ્છતા તેમજ સસ્ટેનેબીલીટીના સંદેશને વધુ ક્રિયાત્મક બનાવી શકે છે તે મુજબનો સંદેશ પાઠવેલ છે.
સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા ક્રિએટર્સ અને ઇન્સ્ફ્લુંએન્સર્સ મારફત સ્વચ્છતા અંગે જનજાગૃતિમાં વધારો, સ્વચ્છતા વિષયક સકારાત્મક ડિજિટલ પ્રચાર-પ્રસાર, લાંબા ગાળાના સ્વચ્છતા ઇન્ફ્લુએન્સર નેટવર્કનું નિર્માણ તથા નાગરિકોની ભાગીદારીમાં વૃદ્ધિ થકી સુરત મહાનગરપાલિકાનો સ્વચ્છ સર્વેક્ષણની કામગીરીમાં ઉતરોતર વધારો થાય અને રાષ્ટ્રીય ક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો છે તેમ જણાવેલ છે તથા કમિશનરએ સોશીયલ મીડિયા મારફત નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતા લાવવાનો, સ્વચ્છતામા લોકભાગીદારી વધે તથા લોકો ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખે તે માટે જનજાગૃતિ ફેલાવવાનો છે તે મુજબ જણાવેલ.
આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ડે.મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનએ પણ સોશીયલ મીડિયા મારફત સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવી સુરતનો સ્વચ્છતામાં અવલ્લ નંબર જાળવી રાખવાનો છે તેમ જણાવેલ. કાર્યક્રમના અંતે સમૂહફોટોગ્રાફ, આભારવિધિ તથા નેટવર્કિંગ સત્રસાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

3
103 views

Comment