logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી” કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી”ની ઉજવણીના ઉપલક્ષ્યમાં નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જયોત પ્રબળ બને તે હેતુથી તા.૦૬/૦૩/ર૦ર૬ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સાયન્સ સેન્ટર ઓડિટોરીયમ, સીટીલાઇટ રોડ, સુરત ખાતે સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગ્ટથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા સોનલબેન દેસાઇએ ઉપસ્થિત સર્વેને સુરત મહાનગરપાલિકા વતી આવકારીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોધનમાં શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી જેટલી મજબુત હશે, એટલો જ આપણો સમાજ વધુ સમૃઘ્ધ અને પ્રગતિશીલ બનશે. ત્યારબાદ મેયર દક્ષેશભાઇ માવાણીએ તમામ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર અને ભારત સરકાર દ્વારા સ્ત્રી સશકિતકરણની વિવિધ યોજનાઓના અમલીકરણ થકી મહિલાઓને આત્મનિર્ભર બનીને સમાજમાં વધુ સક્રિય રીતે જોડાવવા તથા આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, સાહિત્ય, રમતગમત વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા સાબિત કરીને સમાજને નવીન દિશા પુરી પાડી રહી છે. એમ જણાવ્યું હતું. આ પ્રસંગે મહિલા મ્યુ.સદ્દસ્યશ્રીઓ, મહિલા પત્રકારશ્રીઓ, વિશિષ્ટ સિઘ્ધિ હાંસલ કરેલ મહિલાઓ, સુરત મહાનગરપાલિકાના સફાઇ મહિલા કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દહસ્તે સાડીથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મેયર દક્ષેશભાઇ માવાણી, શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષ દંડક ધર્મેશભાઇ વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા સોનલબેન દેસાઇ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, ઉપાઘ્યક્ષશ્રીઓ, મ્યુ.સભ્યશ્રીઓ, અધિકારીગણ અને શહેરના નગરજનોએ ઉપસ્થિત રહી સન્માનિત સન્નારીઓનો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

43
1091 views

Comment