logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

પ્રાથમિક શાળા કોબા ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ રંગો સાથે આનંદપૂર્વક ધુળેટી રમી અને પરસ્પર પ્રેમ, એકતા તથા સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકમિત્રોએ બાળકોને સલામત અને પર્યાવરણમિત્ર રંગોનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર શાળા પરિસર રંગબેરંગી બની ઉઠ્યું અને હર્ષધ્વનિથી ગુંજી ઉઠ્યું.

બાળકોને મીઠાઈ વિતરણ કરી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અંતે સૌ વિદ્યાર્થીઓ ખુશીના માહોલ સાથે પોતાના ઘરે રવાના થયા. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

1
679 views

Comment