logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*દાહોદ જિલ્લામાં સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ* ૦૦૦ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજસ્થાનના અજમેરથી ગર્ભાશ

*દાહોદ જિલ્લામાં સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ*
૦૦૦
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય અભિયાનની સમાન્તર દાહોદ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઈકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવા હેતુથી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીનો અજમેરથી પ્રસારિત લાઈવ કાર્યક્રમ દાહોદ ખાતે ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ દાહોદ ખાતે કિશોરી દીકરીઓને પ્રતિકાત્મક રીતે HPV કેન્સર વિરોધી રસી આપવામાં આવી, જેના માધ્યમથી જિલ્લાની અન્ય કિશોરીઓને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે HPV રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આ રસીકરણ અભિયાન આગામી ત્રણ માસ દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મુકવામાં આવશે. શાળા ન જતી કિશોરીઓ માટે તેમના નજીકના કોલ્ડ ચેઈન પોઈન્ટ ખાતે રસીકરણ કરવામાં આવશે.

“સ્વસ્થ દીકરી – સુરક્ષિત ભવિષ્ય” અભિયાન અંતર્ગત ૧૪ વર્ષ પૂર્ણ કરેલ કિશોરો/કિશોરીઓને HPV રસી આપીને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા આપવા માટે વાલીઓ, શાળા સંચાલકો તથા સમાજના આગેવાનોને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦

3
100 views

Comment