logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતમાં હોળી રંગોત્સવની આનંદમય ઉજવણી

પાટણ| ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે હોળી રંગોત્સવ પર્વની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કનુભાઈ સથવારા અને સમગ્ર સ્ટાફ પરિવારના માર્ગદર્શન હેઠળ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા હતા.

હોળી ધૂળેટી પર્વની ઉજવણી પ્રાકૃતિક અને પર્યાવરણમૈત્રી રંગોથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ખજૂર અને ધાણી વહેંચી પરંપરાગત રીતે તહેવારની મીઠાશનો આનંદ અપાયો હતો. પ્રાકૃતિક રંગોના ઉપયોગ દ્વારા શિક્ષક નિલેશ શ્રીમાળીએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ, એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનો સુંદર સંમિશ્રણ જોવા મળ્યો. શિક્ષકો દ્વારા હોળી પર્વનું મહત્વ સમજાવી સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો. આમ, હોળી રંગોત્સવની આ ઉજવણી શાળાના બાળકો માટે યાદગાર અને પ્રેરણાદાયી બની રહી હતી.

8
228 views

Comment