ગલ્ફ દેશોમાં ફસાયેલા ભારતીયોની મદદે આવ્યા પાટણ ના સાંસદ ભરતસિંહજી ડાભી
ગલ્ફ દેશોમાં ફસાયેલા ભારતીયોની મદદે આવ્યા પાટણ ના સાંસદ ભરતસિંહજી ડાભી
તા: ૧,૩,૨૬ , પાટણ
અહેવાલ : મિહિર પટેલ, ચાણસ્મા
AIMA NEWS, DELHI
પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કોઈપણ પ્રવાસી અથવા તેમના પરિવારજનોને મદદ, માર્ગદર્શન અથવા તાત્કાલિક સહાયની જરૂર હોય તો કૃપા કરીને નીચે મુજબની માહિતી આપેલ વોટ્સએપ નંબર અથવા ઇ-મેઇલ પર મોકલી આપવા વિનંતી છે, જેથી જરૂરી સહાય સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.
જાહેર સંદેશ
હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરીમાં સર્જાયેલી કટોકટીના પરિણામે પાટણ લોકસભા વિસ્તારમાં આવતા જિલ્લાઓ — પાટણ, મહેસાણા અને બનાસકાંઠા ના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારા કાર્યાલય દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તથા અસરગ્રસ્ત યાત્રીઓને સહાયતા પહોંચાડવા માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કોઈપણ પ્રવાસી અથવા તેમના પરિવારજનોને મદદ, માર્ગદર્શન અથવા તાત્કાલિક સહાયની જરૂર હોય તો કૃપા કરીને નીચે મુજબની માહિતી આપેલ વોટ્સએપ નંબર અથવા ઇ-મેઇલ પર મોકલી આપવા વિનંતી છે, જેથી જરૂરી સહાય સમયસર ઉપલબ્ધ કરાવી શકાય.
સાંસદ ઓફિસ હેલ્પલાઈન: 9978403661
ઇ-મેઇલ: bharatsinhji.dabhi@sansad.nic.in
મોકલવાની જરૂરી વિગતો:
પ્રવાસીનું નામ
હાલ જે દેશમાં અટવાયેલા હોય તે દેશનું નામ
ફ્લાઇટ વિગતો
પાસપોર્ટ નંબર
કુલ પ્રવાસીઓની સંખ્યા
પાટણ / મહેસાણા / બનાસકાંઠા ખાતે રહેતા સંબંધીનું નામ
સંબંધીનો મોબાઈલ નંબર
રહેણાંક સરનામું
આ મુશ્કેલ સમયમાં આપ સૌ નિર્ભય રહો — આપની સહાય માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ.
આપનો સેવક
શ્રી ભરતસિંહજી ડાભી
સાંસદશ્રી, પાટણ લોકસભા