logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

લાખણીના આગથળા–ધાનેરા હાઇવે મામલે મોટી કાર્યવાહી કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ, હવે નવા ટેન્ડરથી ફરી શરૂ થશે કામ!

લાખણી: લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા સુધીનો લગભગ 25 કિમી લાંબો હાઇવે રોડ છેલ્લા બે વર્ષથી અધવચ્ચે અટવાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વર્ષોથી બિસ્માર બનેલા આ માર્ગને 3.5 મીટરથી 7 મીટર પહોળો ડબલ લેન હાઇવે બનાવવા સરકાર દ્વારા મંજૂરી મળતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
ધારાસભ્ય કેશાજી ચૌહાણની રજૂઆત બાદ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ અને કામનો પ્રારંભ થયો. પરંતુ આગથળા થી ધુણસોલ ચોકડી સુધી માત્ર મેટલ પાથરી કામ બંધ કરી દેવામાં આવતા સ્થિતિ વિકટ બની ગઈ. ધૂળ અને ડસ્ટના કારણે બાઈકચાલકોને ભારે તકલીફ પડી રહી હતી અને અકસ્માતનો ભય પણ વધ્યો હતો.
લોકોના રોષ અને સતત રજૂઆતો બાદ સરકારે કડક કાર્યવાહી કરી સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો છે. હવે નવું ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ફરી કામ શરૂ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક લોકોમાં આશા છે કે હવે નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં રોડનું કામ પૂર્ણ થશે.


અહેવાલ: મુકેશ સોની, લાખણી

5
301 views

Comment