logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગાંધીધામમાં નવા બાંધકામ અને મલબા નિકાલ માટે મનપાની નવી ગાઈડલાઈન

`હિતેશ પ્રજાપતિ`

ગાંધીધામમાં નવા બાંધકામ અને મલબા નિકાલ માટે મનપાની નવી ગાઈડલાઈન


દીવ મીરર ન્યૂઝ કચ્છ : ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરમાં વધતા બાંધકામ અને સ્વચ્છતા જાળવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. “જન સંચય જનભાગીદારી 2.0” અંતર્ગત આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને બિલ્ડર્સ માટે ખાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર મનોજ ગુરવાણી મુજબ હવે શહેરમાં થતા નવા બાંધકામોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ફરજિયાત રહેશે. સાથે જ બાંધકામ દરમ્યાન થતા મલબા (C&D વેસ્ટ) નો નિકાલ નક્કી કરેલી ડમ્પિંગ સાઇટ પર જ કરવાનો રહેશે.
શહેરમાં ધૂળ પ્રદૂષણ ઘટાડવા માટે બાંધકામ સ્થળોએ ગ્રીન નેટ અને બેરિકેડિંગ રાખવું જરૂરી બનાવવામાં આવ્યું છે. જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
📅 તારીખ: 25-02-2026

2
78 views

Comment