GRD-SRD નીતિ અને સુરક્ષા કવચની માંગ.
`હિતેશ પ્રજાપતિ`
GRD-SRD નીતિ અને સુરક્ષા કવચની માંગ.
દીવ મીરર ન્યૂઝ ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા GRD, SRD તેમજ હોમગાર્ડ જવાનોને સરકારી
નીતિ-નિયમ મુજબ તમામ લાભો આપવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી, ડીજીપી અને કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જવાનોની ફાળવણી અને નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેમને મળવાપાત્ર વેતન, ભથ્થાં અને સુરક્ષા સુવિધાઓ પૂરતી આપવામાં આવતી નથી. ખાસ કરીને મહિલા જવાનોને મુખ્ય હાઈવે જેવા વિસ્તારોમાં ફરજ સોંપવામાં આવતી હોવા છતાં તેમની સુરક્ષા અંગે પૂરતી વ્યવસ્થા નથી. માગણીઓમાં તમામ જવાનોના આઈ-કાર્ડ ફરજીયાત બનાવવાની, સમયસર યુનિફોર્મ આપવાની, બેન્ક એકાઉન્ટમાં સીધું વેતન જમા કરવાની, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (ટી.એ.) કાયમી ધોરણે ચૂકવવાની તથા વેતનમાં વધારો કરવાની માંગ સામેલ છે.
જવાનોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.