ફરી એક વાર સમાજ ને લાંછન લાગેવે એવો કિસ્સો ગાંધીધામ ના આદિપુર વિસ્તાર માંથી સામે આવ્યો.
`રિપોર્ટર. હિતેશ પ્રજાપતિ`
*BREAKING NEWS*
*આદિપુરમાં નરાધમની હવસ નો શિકાર બની માનસિક અસ્થિર યુવતી પરિવારની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી બળજબરી આચર્યું દુષ્કર્મ*
દીવ મીરર ન્યૂઝ : આદિપુરમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત શરમજનક
ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતી નરાધમની હવસનો શિકાર બની છે. ગત 8 જાન્યુઆરીના રોજ જ્યારે ભોગ બનનાર યુવતીના ભાઈ અને ભાભી કામ અર્થે બહાર ગયા હતા અને યુવતી ઘરે એકલી હતી, ત્યારે આરોપી બાબુભાઈ બારોટ નામના શખ્સે ઘરમાં ઘૂસી યુવતીની લાચારીનો લાભ ઉઠાવ્યો હતો. આરોપીએ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે યુવતીની ભાભીએ હિંમત દાખવી આદિપુર પોલીસ મથકે બાબુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે કાયદેસરની તપાસ તેજ બનાવી છે.
Dt: 25-02-2026