logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

બાલિકા પંચાયત મોડ્યુલ તાલીમ – પ્રથમ દિવસ
તા.: 25/02/2026
સ્થળ: સિનિયર સીટીઝન ક્લબ હોલ બારડોલી
તાલીમાર્થીઓ: મુખ્ય સેવિકા બહેનો અને મેડિકલ ઓફિસરશ્રીઓ

હાજર મહાનુભાવો:

1. મહિલા અને બાળ અધિકારીશ્રી આર. એન. ગામીત


2. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડી. પી. વસાવા



આજ રોજ બાલિકા પંચાયત મોડ્યુલ તાલીમના પ્રથમ દિવસે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહિલા અને બાળ અધિકારીશ્રીએ માસ્ટર ટ્રેનર તથા તાલીમાર્થીઓને તાલીમનું મહત્વ સમજાવ્યું અને તાલીમ દરમ્યાન વ્યક્તિગત વિકાસ, નેતૃત્વ ક્ષમતા અને અસરકારક સંદેશાવ્યવહાર જેવી બાબતો પર વિશદ માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમની શરૂઆત પરિચયાત્મક એક્ટિવિટી દ્વારા કરવામાં આવી, જેમાં તમામ તાલીમાર્થીઓએ પરસ્પર પરિચય આપ્યો. ત્યારબાદ કિશોરવસ્થાના પડકારો, આશાઓ અને ચિંતાઓ અંગે સમૂહ ચર્ચા યોજાઈ.

ચાર્ટ પેપર પર ચિત્ર રજૂઆત દ્વારા કિશોરાવસ્થાને વ્યક્ત કરવાની એક્ટિવિટી કરાવવામાં આવી, જેના દ્વારા તાલીમાર્થીઓએ સર્જનાત્મકતા અને વિચારશક્તિ વિકસાવી. વિવિધ ગેમ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા અસરકારક સંદેશાવ્યવહાર, કોમ્યુનિકેશન સ્કિલ, આત્મવિશ્વાસ અને ટીમ વર્ક જેવા કૌશલ્યો અંગે સમજ આપવામાં આવી.

લંચ બાદ બાલિકા પંચાયતની રચના, હેતુ અને કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે સાથે જીવન કૌશલ્યના ૧૦ મુદ્દાઓ ઉદાહરણ સહીત સમજાવવામાં આવ્યા.

અંતમાં અશરકારક સંદેશાવ્યવહાર અંગે એક્ટિવિટી યોજાઈ અને પ્રથમ દિવસની તાલીમનું સંક્ષિપ્ત રિકેપ કરવામાં આવ્યું.

આ રીતે તાલીમનો પ્રથમ દિવસ ઉત્સાહભેર અને જ્ઞાનવર્ધક રીતે પૂર્ણ થયો.

1
0 views

Comment