રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
સુંવાલી ખાતે તાલુકા કક્ષાનું નારી સંમેલન યોજાયું
આજરોજ તા. ૨૫/૦૨/૨૦૨૫ના રોજ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) કચેરી દ્વારા ચોર્યાસી તાલુકાના સુંવાલી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે તાલુકા કક્ષાનું નારી સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું.
મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ, તેમના હક્કોની જાગૃતિ તથા ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી નારી અદાલતોના કાર્ય, હેતુ અને કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માતા યશોદા એવોર્ડ (૨૦૨૨-૨૩)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સંમેલન તાલુકા પંચાયત ચોર્યાસીની પ્રમુખશ્રી શ્રીમતી તૃપ્તિબેન પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. કાર્યક્રમમાં શ્રીમતી લતાબેન દલપતભાઈ પટેલ, શ્રીમતી વાસંતીબેન સુરેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મયુરીબેન ગાઈન, સી.ડી.પી.ઓ. શ્રીમતી દીક્ષિતાબેન ડોડીયા તથા એડવોકેટ શ્રીમતી પ્રિતીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સેવિકાઓ, આઇ.સી.ડી.એસ. કચેરી સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ વિવિધ ગામોમાંથી આશરે ૨૦૦ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં જાગૃતિ, કાનૂની સમજ અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.