સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજન એ ર૦મા સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ર૦ર૬ની મુલાકાત લીધી.
સુરત મહાનગરપાલિકા ઘ્વારા ર૦મા સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ર૦ર૬-સુરત ૧૮મા બાગાયત મેળો અને ફલાવર શો, ૧૦મા શિલ્પગ્રામ મેળો તથા ફૂડ ફેસ્ટીવલનું તા.૨૨/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ ( ૮ -દિવસ) સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ઉધના મગદલ્લા રોડ,સુરત ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આજરોજ કમિશનર એમ. નાગરાજન એ પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી અને પુસ્તક પ્રેમીઓ માટે સદર પુસ્તક મેળાના આકર્ષણનું કેંદ્ર બનેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તકો પર આધારિત થીમ પેવેલિયન - Visionary’s Vault,, Words That Build a Nation તથા તેઓ દ્વારા લિખિત પુસ્તકો, તેમના જીવન-કવન, કાર્યો,સુશાસન અને તેમની વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિજીટલ સેલ્ફી કલીક કરાવી હતી.
પુસ્તક મેળા માં આકર્ષણ નું કેન્દ્ર બનેલ આ પેવેલિયન ની મુલકાત લેવા તથા પુસ્તક મેળા નો લાભ લેવા શહેરીજનોને અનુરોધ છે.