logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

તારીખ 20/02/2026ના રોજ ગામ દેવગઢ, તા. માંડવી, જી. સુરત ખાતે ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગે કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ તમામ મહેમાનોનું “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના મોમેન્ટો આપી સન્માન પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.

શ્રી ડી.પી. વસાવા (દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી)એ પોતાના ઉદ્બોધનમાં ઘરેલુ હિંસા સંબંધિત કાનૂની જોગવાઈઓ, બાળ લગ્ન અટકાયત તથા મહિલાલક્ષી કાયદાઓની મહત્વતા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું.

શ્રીમતિ અરૂણાબેન પટેલ (પેનલ એડવોકેટ), તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, માંડવી તરફથી સમજાવવામાં આવ્યું કે ઘરેલુ હિંસા સમાજની ગંભીર સમસ્યા છે અને પીડિત મહિલાઓને કાયદાકીય રક્ષણ ઉપલબ્ધ છે. તેમણે દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961, ભારતીય ન્યાય સંહિતા તથા અન્ય મહિલાલક્ષી કાયદાઓ અંગે માહિતી આપી.

શ્રી વિક્રમભાઈ પટેલ (ફિલ્ડ ઓફિસર), મહિલા અને બાળ અધિકારી કચેરી, સુરત દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેમાં વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના તથા મહિલા સ્વાવલંબન યોજના સમાવેશ પામે છે.

સુરેખાબેન ચૌધરી (કાઉન્સેલર), પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર, માંડવી તરફથી મહિલાલક્ષી વિવિધ સહાય કેન્દ્રો અંગે માહિતી આપવામાં આવી, જેમ કે One Stop Center (OSC), Police Based Support Center (PBSC), અભયમ મહિલા હેલ્પલાઈન 181, નારી સંરક્ષણ ગૃહ તથા અન્ય સહાય કેન્દ્રોમાં હાથ ધરાતી કાર્યવાહી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

શ્રીમતિ આર.એન. ગામીત (મહિલા અને બાળ અધિકારી) દ્વારા જણાવાયું કે મહિલાઓ માટે અનેક કાયદાકીય સુરક્ષાઓ ઉપલબ્ધ છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવાની સમજ આવશ્યક છે.

જેન્ડર સ્પેશિયાલિસ્ટ દિવ્યેશભાઈ ગામીત દ્વારા તમામ મહેમાનો અને શ્રોતાગણનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

આ સેમિનાર ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને કાયદાકીય જ્ઞાન અને સહાય સેવાઓ અંગે માહિતગાર કરનાર મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો. આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજવાથી સમાજમાં સુરક્ષા, સમાનતા અને ન્યાયની ભાવના વધુ મજબૂત બનશે.

7
448 views

Comment