logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બરવાળા-ધંધુકા હાઈવે પર અવાવરૂ જગ્યાએ આધેડનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

બરવાળા તાલુકાના ભીમનાથ ગામ નજીક બરવાળા-ધંધુકા હાઈવે પર ચોકડી ગામના પાટીયા નજીક વાડી વિસ્તારમાંથી અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતદેહ સડી ગયેલી અને દુર્ગંધ આવતી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ પોલીસ મૃતકની ઓળખ તેમજ મૃત્યુનું સાચું કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.

2
708 views

Comment