logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

ઓલપાડ તાલુકાના વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું!

ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – સુરત તથા સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અંતર્ગત તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા “ડોર ટુ ડોર” ગાર્બેજ કલેક્શન માટે મંજૂર કુલ ૨૦૦ ઈ-વ્હીકલમાંથી આજે ઓલપાડ તાલુકાના ૫૯ ઈ-વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘરેથી ઘર કચરો સંકલન વધુ સુવ્યવસ્થિત બનશે, સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે અને પર્યાવરણમિત્ર ઈ-વ્હીકલના ઉપયોગથી હરિત વિકાસને પણ પ્રોત્સાહન મળશે. 🌱

સ્વચ્છ, સ્વસ્થ અને હરિત ઓલપાડ તરફ એક મજબૂત કદમ!

1
0 views