logo

ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, જે.બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને શબ્દસેતુ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ; અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન

*મળી માતૃભાષા મને ગુજરાતી*


ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, જે.બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને શબ્દસેતુ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ; અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે જે. બી .શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહા ની પ્રેરણાથી અને મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહની અધ્યક્ષતામાં માતૃભાષાનું મહત્વ સમજાવતો એક સુંદર કાર્યક્રમ પાર પડ્યો.
મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પિનાકીન પંડ્યા અને ડોક્ટર કિરણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના માનદ મંત્રી ડોક્ટર રાકેશભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, જયેશભાઈ દોશી હાજર રહ્યા હતા.
મહેન્દ્રભાઈ શાહે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ દિપકભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અને સમજાવ્યું હતું કે ગુજરાતીએ મા છે જ્યારે અન્ય ભાષાઓ માસીઓ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વાતિબેન દેવકરે કર્યું હતું અને મનીષાબેન જાદવે આભાર વ્યક્ત કર્યો હતો.
શબ્દસેતુના ઉપપ્રમુખ પ્રિન્સિપાલ જેડી પટેલ શબ્દસેતુ તરફથી ઉપસ્થિત રહ્યા હતા. મીડીયમ ઇંગ્લિશમાં ભણતા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીનું મહત્વ સમજીને તેમના વક્તવ્યમાં તરબોળ થઈ ગયા હતા.
ડોક્ટર કિરણ પટેલની રસાળ શૈલીને વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવ્યું હતું. શબ્દસેતુના પ્રમુખ ડોક્ટર સંતોષ દેવકર, પૂર્વ પ્રમુખ ડોક્ટર જીગ્નેશભાઈ સુથાર તથા અન્ય કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જેબીએલ ટીમે ખૂબ પરિશ્રમ લીધો હતો.

0
0 views