logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

"દાંડી સી-ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૬" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

ઓલપાડ તાલુકાના નયનરમ્ય દાંડી બીચ ખાતે આયોજિત "દાંડી સી-ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૬" ને મહાનુભાવો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારના તાજા અને સ્વાદિષ્ટ સી-ફૂડ વાનગીઓના સ્ટોલ્સ આપ સૌની રાહ જોઈ રહ્યા છે. અહીં પરિવાર સાથે આવો, દરિયાકાંઠાના સુંદર નજારાઓનો આનંદ માણો અને વિવિધ સ્વાદોથી ભરપૂર સી-ફૂડનો લ્હાવો લો.

આ ઉત્સવ માત્ર મોજ-મસ્તી પૂરતો નથી, પરંતુ સ્થાનિક વેપારીઓ, માછીમાર ભાઈઓ અને કારીગરોને પ્રોત્સાહિત કરવાનો એક સારો અવસર છે. આપનો સહકાર અને હાજરી તેમના ઉત્સાહમાં વધારો કરશે.

"દાંડી સી-ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૬" પર્યટન વિકાસ તરફનો એક અનોખો પ્રયાસ છે. આવો, ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ઉત્સવનો ભાગ બનીએ અને દાંડીની ઓળખને વધુ મજબૂત બનાવીએ.

ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ છે !

1
0 views