logo

ભરુચ જિલ્લાના ઝંઘાર ગામનો નાનો બાળક મ.અરહાન ઉઘરદાર એ પવિત્ર રમજાન માસમાં પોતાનો પ્રથમ રોજો રાખ્યો.

તારીખ: 20 ફેબ્રુઆરી 2026.

ભરુચ જિલ્લાના ઝંઘાર ગામનો નવ વર્ષનો બાળક મ.અરહાન ઉઘરદાર એ પવિત્ર રમજાન માસમાં પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત પ્રત્યે લગાવ દર્શાવ્યો છે.

નાની વય હોવા છતાં મ.અરહાનએ ઉત્સાહ અને ખુશી સાથે રોજો પૂર્ણ કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, મ.અરહાન બાળપણથી જ પોતાના દાદા સાથે ધાર્મિક સંસ્કારો પ્રત્યે આકર્ષિત રહ્યો છે અને રોજો રાખવા માટે તેણે પોતે જ ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે મ.અરહાનએ સફળતાપૂર્વક પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કર્યો.

મ.અરહાનએ આ પ્રશંસનીય પગલાને કારણે પરિવાર, સગા-સંબંધીઓ તથા ગામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી. પરિવાર તેમજ ગામનાં લોકો દ્વારા સારુ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અલ્લાહ તઆલા થી દુઆ કરવામાં આવી હતી.

મ.અરહાનનો આ પ્રયાસ નાની વયથી જ સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું મહત્વ દર્શાવતો પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો છે.

રિપોર્ટર:- ખાનસાહેબ મસઉદરહેમાન કે.
ઝંઘાર, ભરુચ, ગુજરાત.
મો.નંબર:- ૯૭૨૪૭૬૩૫૦૫.

26
8747 views