
અરવલ્લી જિલ્લામાં ભાજપાની વ્યાપક સંગઠનાત્મક નિમણૂકો જાહેર
અરવલ્લી જિલ્લામાં ભારતીય
જનતા પાર્ટી (ભાજપા) દ્વારા સંગઠનને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા હેતુસર જિલ્લા તથા વિવિધ મોરચાઓના
હોદેદારોની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકમાં તથા પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિયુક્તિઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોરે જણાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા સંગઠન તથા વિવિધ મોરચાઓમાં નવી સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ સ્તરે માર્ગદર્શન મેળવ્યા બાદ જિલ્લા સ્તરે આ નવી રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જિલ્લા સંગઠનને વધુ સશક્ત, સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પક્ષના માણખાને બૂથ એર સુધી સક્રિય બનાવવાનો તથા વિવિધ સામાજિક વર્ગોને સંગઠન સાથે વધુ અસરકારક રીતે જોડવાનો મુખ્ય ઉદેશ છે. જિલ્લા ટીમ ઉપરાંત યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ (ઓબિસ) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ
અને લઘુમતી મોરચાઓમાં પણ નવી રચના અમલમાં મુકાઈ છે. ડિજિટલ, મીડિયા અને આઈ.ટી. ક્ષેત્રે પણ સંગઠનને ગતિ આપવા ખાસ જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
જિલ્લા પ્રમુખે જણાવ્યું કે નવી ટીમ આગામી સમયમાં સંગઠનને વધુ ગતિશીલ બનાવશે અને જનસંપર્ક તેમજ કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકારો. આ નિમણૂકોની જાણ પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સુધી પણ પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે.